સુરેન્દ્રનગર, તા.૧૯
વઢવાણના અબોલપીર વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષથી ઇશબ ભાઈ દાઉદ ભાઈ ખલિફા નામના વૃદ્ધ આ વિસ્તારમાં વસવાટ કરે છે. તેઓએ ત્રણ દિવસ પૂર્વે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને પોતાની જિંદગી ટુંકવી છે.
આ ઇશબ ભાઈ એ જિંદગીથી કંટાળી જઈને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકવ્યું હતું.
ઈસબ ભાઈ એ પોતાના ઘરમાં ત્રણ દિવસ અગાઉ ગળેફાંસો ખાધો હોવાની લાશ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ ઘરમાં લાશની વાસ આવતા અને આ ઇશબ ભાઈ શેરીમાં ન દેખાતા શેરીના યુવકો દ્વારા ઘરનું બારણું તોડી અને અંદર જતા ઇશબ ભાઈને લાશ લટકતી જોતા યુવકો અચંબામાં મુકાયા હતા.આ યુવકો અને આજુબાજુના રહેવાસીઓએ વઢવાણ પોલીસને જાણ કરતા વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને લાશનો કબજો મેળવી ધોરણસરની કાર્યવાહી કરી હતી.