વઢવાણ,તા.ર૯
વઢવાણમાં એસટી બસ ફાળવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અનોખા પ્રકારે વિરોધ દર્શાવવામાં આવ્યો અને બસ ફાળવવા માંગણી કરવામાં આવી હતી. વઢવાણના ધારાસભ્યના કાર્યાલય ઉપર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બસમાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ અનેકવાર ચક્કાજામ કરી બસ વ્યવહાર હાઈવે ઉપર ખોરવીનાખી અટકાવી દેવાના અનેક બનાવો બન્યા છે. ગામડામાં પુરતી બસ સેવા ફાળવવા માટે અનેકવાર માંગ પણ કરવામાં આવેલ છે. આમ છતાં ધ્યાન ન આપવામાં આવતા આજે સવારમાં વઢવાણ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વઢવાણ ધારાસભ્ય ધળજી પટેલના મુખ્ય કાર્યલાય ખાતે ટેક્ટરમાં બેસી વિદ્યાર્થીઓ દ્વારા બસ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ પણ મચાવ્યો હતો.