ડભોઇ તાલુકાનું વઢવાણાના તળાવ પક્ષી ધામ તરીકે પ્રખ્યાત છે. ત્યારે વઢવાના પક્ષીઓ જોવા આવતાં વહેલી સવારે તળાવમાં રહેલ ૧૦થી ૧૨ મગરમાનો એક મગર સનબાથ લેતો નજરે પડ્યો હતો. પ્રવાસીઓએ મગર જોઈ આનંદ લીધો હતો. જ્યારે ગ્રામજનોનું કહેવું છે કે, તળાવમાં મગર છે. જેને પગલે ભયનો માહોલ ઊભો થાય છે. ગામમાં મગર આવી જાય તે સમયે લોકોમાં ભારે હડકંપ હોય છે.