(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૧૫
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં મજૂરી કરતા ઉત્તરપ્રદેશ અને બિહારના આશરે છ હજાર જેટલા લોકોને વતન મોકલવા માટે પાટણ વહીવટી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવતા આ પરપ્રાંતિય શ્રમિકો જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલ ડિઝાસ્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં રહી મજૂરી કરતા ઉત્તરપ્રદેશ અને બિહારના આશરે છ હજાર શ્રમિકોએ વતન જવા માટેના ફોર્મ ભર્યાને ૧પ દિવસનો સમય થયો હોવા છતાં હજુ સુધી પાટણ વહીવટી તંત્ર દ્વારા તેઓને વતન મોકલવાની વ્યવસ્થા ન કરતા આજે આ શ્રમિક પરિવારના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલી ડિઝાસ્ટર કચેરીમાં આવી પહોંચ્યા હતા અને તેઓને વતન મોકલવામાં આવે તેવી માંગ પાટણ વહીવટી તંત્ર પાસે કરી હતી.