(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
સુરતથી જે લોકો પોતાના વતન જવા માંગે છે, તેમના માટે છેલ્લાં બે દિવસથી રાજ્ય સરકારની સૂચનાને આધારે સુરત એસટી વિભાગે એસટી બસોની વ્યવસ્થા કરી છે. સુરત એસટી વિભાગે સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરાંત ઉધના અને અડાજણથી બુકિંગ શરૂ કર્યું છે, જેમાં ગઈકાલે એસટી બસોની વ્યવસ્થા કરી છે. સુરત એસટી વિભાગે સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરાંત ઉધના અને અડાજણથી બુકિંગ શરૂ કર્યું છે, જેમાં ગઈકાલે રાત સુધીમાં એક જ દિવસમાં કુલ ૧૮૦૩ એસટી બસનું બુકીંગ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.સૌથી વધુ બુકિંગ સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા અમરેલી માટે ૮૯૮, ભાવનગર માટે ૫૩૭ અને અન્ય વિભાગ માટે જુનાગઢ, બોટાદ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથ માટે ૨૬૯ બસનુ બુકિંગ થયું હતું. જ્યારે ઉત્તર ગુજરાતના પાલનપુર, હિંમતનગર અને મહેસાણા માટે ૭૯ બસ નું તથા ગોધરા, છોટાઉદેપુર અને દાહોદ માટે કુલ ૧૪ બસોનું બુકિંગ પ્રવાસીઓએ કરાવ્યું હતું.