વાગરા, તા.૧૪
સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને કારણે રાજ્યમાં રહેલા પરપ્રાંતિય લોકોએ ધીરજ ગુમાવી દીધી છે.વિલાયત ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોએ ભરૂચના દેરોલ ગામ નજીક ચોકડી જાતેજ બેરીકેટ અને ટાયરો મૂકી માર્ગ પર ચક્કાજામ કર્યો હતો.વતન પરત મોકલવાની માંગ સાથે પરપ્રાંતિયો એ હલ્લાબોલ કરતા વાહનોની લાંબી કતારો સર્જાઈ હતી. કોરોનાની મહામારી થી આખું વિશ્વ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યુ છે. એમાંયે રોજી રોટી અર્થે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય લોકોના પ્રશ્નો વધતા જાય છે.રાશન પાણી,વેતન જેવી સમસ્યાઓનું સમાધાન થાય એ પહેલાં હવે ધીરજ ગુમાવી બેઠેલા બિન ગુજરાતીઓને કોઈ પણ કાળે પોતાના વતન ની વાટ પકડી વતન પરત ફરવું છે. વહીવટી તંત્ર વતન જવા માંગતા લોકોનું મેડિકલ ટેસ્ટ અને ટિકિટ ના પૈસા લઈ ટ્રેન મારફતે તેમને પરત મોકલી રહ્યુ છે.ત્યાંજ કેટલાયે લોકોનું મેડિકલ ચેકઅપ અને ટિકિટના રૂપિયા આપી દેવા છતાંયે તંત્ર તરફથી કોઈ જ મેસેજ નહિ આવતા ગભરાયેલા પરપ્રાંતિયો એ ભરૂચ-જંબુસર સ્ટેટ હાઇવે દેરોલ ગામ પાસે ચોકડી પર બેરીકેટ અને ટાયરો ગોઠવી ચક્કાજામ કરી દીધો હતો.”હમેં ગોલી મારો લેકિન હમ નહિ હટેંગે” ના સુત્રોચાર સાથે પરપ્રાંતિય લોકો માર્ગ ઉપર બેસી ગયા હતા.જેને પગલે વાહનો ની લાંબી કતાર લાગી ગઈ હતી. ભરૂચ તાલુકા પોલીસ મથક નો વધુ કાફલો ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો.પોલીસે માર્ગ ખુલ્લો કરતા વાહન ચાલકોએ હાંશકારો અનુભવ્યો હતો.તંત્ર ની બેદરકારી ના કારણે તેઓ તેમના વતન પરત નહિ પહોંચી શક્યા ના આક્ષેપો શ્રમિકોએે કર્યા હતા.
વતન પરત ફરવાની માંગ સાથે ભરૂચના દેરોલ પાસે પરપ્રાંતિઓનો હલ્લાબોલ

Recent Comments