અમદાવાદ, તા.૨
સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે.ગરમીના પ્રમાણમાં વધારો થતાં પાણીજન્ય રોગોના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૩૧ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૭૨૭, કમળાના ૧૯૬, ટાઇફોઇડના ૨૭૯ કેસ સપાટી ઉપર આવ્યા છે. જ્યારે માર્ચ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૬ કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના ૩૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૯૯ કેસ આ મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૯ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૨૧ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. માર્ચ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૬૭૨૫૮ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૩૧મી માર્ચ સુધીમાં ૮૨૬૬૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮માં ૧૨૩ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૦ અપ્રમાણિત જાહેર થયા હતા. ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૬૨ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે.
ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી. આ વખતે પણ સ્થિતિ આવી જ રહે તેવી શક્યતા છે.
રોગચાળાનું ચિત્ર

અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.
મચ્છરજન્ય કેસો
વિગત માર્ચ ૨૦૧૭ માર્ચ૨૦૧૮
સાદા મેલેરીયાના કેસો ૨૭૯ ૯૯
ઝેરી મેલેરીયાના કેસો ૧૯ ૦૯
ડેન્ગ્યુના કેસો ૨૧ ૨૧
ચીકુનગુનિયા કેસો ૦૯ ૦૩
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૬૧૬ ૭૨૭
કમળો ૧૪૮ ૧૯૬
ટાઈફોઈડ ૨૧૮ ૨૭૯
કોલેરા ૦૯ ૦૦
આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.
ક્લોરિન ટેસ્ટ ૩૯૦૧૨
બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના ૩૩૮૨
બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ
૧૧૪૯૨
ક્લોરીન ગોળીઓનું વિતરણ ૭૬૯૮૮૦
જંતુનાશક દવાનો છંટકાવ ૪૨૩૭૪૪
નોટિસ અપાઈ ૨૧૯૧
નિકાલ કરેલ ફરિયાદ ૪૧૫૪
મોબાઇલ કોર્ટ દ્વારા દંડ ૨૧૪૮૫૦
વહીવટી ચાર્જ ૧૭૯૧૨૦૫