(એજન્સી) પટના, તા. ૧
બિહારમાં એક મુસ્લિમ વ્યક્તિએ બે નવજાતને બચાવવા માટે તેમને રક્તદાન કરવા માટે રમઝાનમાં પોતાનો રોઝો તોડ્યો હતો તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. ઇમરાન નામના ૨૦ વર્ષના યુવકે સિવાન જિલ્લામાં એક સ્વાસ્થ્ય વિભાગમાં નવ દિવસના ભરતકુમાર અને બે દિવસના રાજકુમારને લોહી આપવા માટે પોતાનો રોઝો તોડ્યો હતો. સિવાનની સરદાર હોસ્પિટલના અધિકારી મહેન્દર પ્રસાદે જણાવ્યું હતું કે, પરિવારજનોને યોગ્ય દાતા ન મળતા ઇમરાને બંને નવજાત બાળકોને રક્ત આપવા તૈયારી દર્શાવી હતી. બાદમાં બંને બાળકોના જીવ બચી ગયા હતા. છેલ્લા ૧૦ દિવસમાં આવી ત્રીજી ઘટના છે જ્યારે કોઇએ અન્ય ધર્મના લોકોનો જીવ બચાવવા માટે રોઝો તોડી રક્તદાન કર્યું હોય. ગયા અઠવાડિયે ગોપાલગંજ જિલ્લામાં થેલેસેમિયાથી પીડાતા આઠ વર્ષના બાળક રાજેશકુમારને બચાવવા માટે જાવેદ આલમ નામની વ્યક્તિએ રક્તદાન કર્યું હતું. રવિવારે દરભંગાના મોહંમદ અશફાક નામના યુવા મુસ્લિમે એક નવજાતને બચાવવા માટે રક્તદાન કરવા રોઝો તોડ્યો હતો.