(એજન્સી) મુંબઈ, તા.૧૩
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અન્ય ત્રણ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી બે સાક્ષીઓને ફરી ગયેલ સાક્ષીઓ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ફરી ગયેલ સાક્ષીઓનો આંકડો ૩૦ ઉપર પહોંચ્યો છે. બે ફરી ગયેલ સાક્ષીઓને ગુજરાત એટીએસે ર૬મી નવેમ્બર ર૦૦પના રોજ અમદાવાદ ખાતે પંચ બનાવાયું હતું. સોમવારે બે પંચોએ પોતાના પંચનામાં ઉપર કરેલ સહીઓ ઓળખી કાઢી હતી અને જણાવ્યું કે, એટીએસ ઓફિસમાં પોલીસે એમને ૬ બોટલો બતાવી હતી જેમાં સોહરાબુદ્દીનના શરીરના અવશેષો હતા. જો કે ફરિયાદ પક્ષે એમને ફરી ગયેલ સાક્ષી જાહેર કર્યા હતા. એમણે ઈન્કાર કર્યો હતો કે એ એટીએસના નાયબ એસ.પી.મુકેશકુમારને મળ્યા ન હતા. જે એસ.પી.ને પછીથી આરોપી બનાવાયો હતો.