અંકલેશ્વર, તા.૩૦
ગઈ કાલે પાનોલી જીઆઇડીસી પાસેથી પસાર થતી વનખાડીમાં તીવ્ર વાસ અને લાલ કલરનું પાણી વહેતું હતું અને એ પાણી ઉમરવાડાના ખેતરો સુધી પહોંચતાં ખેડૂતો દ્વારા ફરિયાદ કરાઈ હતી.
ઉમરવાડાના ખેડૂત બીલાલભાઈ ગંગાતના જણાવ્યા અનુસાર પાછલા કેટલાક વર્ષોથી પાનોલીના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે અમારા ખેતરોમાં આવે છે. જેના લીધે અમોને આર્થિક નુકસાન થાય છે અને અંગે અમોએ વાંરવાર તંત્રને લેખિત-મૌખિક જાણ કરી છે. કોર્ટ કાર્યવાહી પણ કરી છે જેમાં સ્થળ તપાસ અને પાણીના સેમ્પલો લેવાય છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી.
અમોને ફરિયાદ મળતા અમોએ સ્થળ નિરીક્ષણ કરતા વરસાદ પૂરા થયાના બીજા દિવસે પણ તીવ્ર વાસ અને લાલ કલરનું પાણી વહેતું નજરે જણાતા અમોએ જીપીસીબીને જાણ કરી હતી અધિકારીઓએ આવી સેમ્પલો લીધા છે. જીપીસીબીના વિભાગીય અધિકારી મોદીએ જણાવ્યું છે કે, “અમોએ નોટિસ પાઠવી જ છે.” જો કે દરેક વખતે આ જ સ્થિતિનું પુનરાવર્તન થાય છે. આ બાબતે અગાઉ અમોએ પી.આઈ.એ.ના પ્રમુખ બી.એસ.પટેલને પણ મૌખિક રજૂઆત ફરિયાદ કરી હતી. જ્યાં તેમને યોગ્ય કાર્યવાહીની ખાતરી પણ આપી હતી.
ચોમાસાની ઋતુમાં પાનોલીના નોટીફાઈડ ઓથોરિટી દ્વારા વરસાદી પાણી અને પ્રદૂષિત પાણીને પાળા બાંધી રોકવામાં આવે છે. ઓછા વરસાદમાં આ પ્રદૂષિત પાણી કોતરોમાં રોકાઈ જમીનમાં ઉતરી જાય છે. પરંતુ જ્યારે વરસાદ વધારે આવે ત્યારે આ પાળા તૂટી જાય છે અને આ પાણી વનખાડીમાં જાય છે અને આવું દરેક વર્ષે અને દરેક વરસાદમાં થતું હોવા છતા આને રોકવાનું કોઈ પણ આયોજન થયું નથી અને વર્ષોથી પર્યાવરણને ગંભીર નુકસાન થતું આવ્યું છે જેની ભરપાઈ કરવી પણ મુશ્કેલ છે.
એક તરફ આ વિસ્તારને ફરીથી ક્રીટીકલ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે CEPI આંકમાં પેહલા કરતા વધારો નોંધાયો છે. જે બતાવે છે કે પ્રદૂષણને કન્ટ્રોલ કરવામાં આ વિસ્તારના ઉદ્યોગોએ કોઈ ખાસ પગલા લીધા નથી.
પાનોલીના ઉદ્યોગો રાત્રીના સમયે હવાના પ્રદૂષણ કરતા હોવાની વારંવાર અનેક ફરિયાદો થતી હોય છે. આમ પ્રદૂષણ ફેલાવવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં પાનોલી ઔદ્યોગિક વસાહતનો મોટો ફાળો રહ્યો છે.
વનખાડીનું તીવ્ર વાસ અને લાલ કલરનું પાણી ઉમરવાડાના ખેતરો સુધી પહોંચતાં GPCBને ફરિયાદ

Recent Comments