(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.રર
ઉમરપાડા તાલુકાના વાડી ગામે રહેતા પ્રવિણસિંહ જગતસિંહ વસાવાના ઘર વપરાશના વીજ જોડાણની ૧,૭૯,૩૩૮ રૂપિયા રકમ બાકી હોવાથી વીજ સત્તાવાળાઓએ ગત તારીખ ર૮ ડિસેમ્બર-ર૦૧૮ના રોજ વીજ જોડાણ કાપી નાંખી મીટર જમા લઈ લીધું હતું.
તાજેતરમાં ડીજીવીસીએલની વિજીલન્સ ટીમે વાડી ગામે રેડ કરતા પ્રવિણસિંહ જગતસિંહ વસાવાએ ઘરની બાજુમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી જોડાણ નાંખી વીજ ચોરી કરતા વિજીલન્સ ટીમે ઝડપી પાડી ૩૮,૪૬૭ રૂપિયાના દંડ સહિતનું વીજ બિલ આપ્યું છે.
આ પ્રશ્ને નિવૃત્ત આઈએએસ અધિકારી જગતસિંહ એલ. વસાવાએ લેખિતમાં જણાવ્યું છે કે, મારો પુત્ર પ્રવિણસિંહ વસાવા વાડી ગામે સને ર૦૦રથી સ્વતંત્ર રીતે રહે છે જેથી આ બનાવ સાથે મારે કોઈ લાગેવળગે નહીં તથા મારા સ્વર્ગસ્થ પિતા લાલજીભાઈ ટેટિયાભાઈ વસાવાના ખેતરમાં જે જોડાણ હતું જે બંધ છે પરંતુ માંગરોળ વિધાનસભા ક્ષેત્રના ધારસભ્ય અને રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવાનો ભ્રષ્ટાચાર મેેં ઉઘાડો પાડેલ છે તેથી તેઓ સરકારી સત્તાવાળાનો દુરૂપયોગ કરી રહ્યા છે.
વનમંત્રીનો ભ્રષ્ટાચાર ઊઘાડો પાડ્યો તેથી તેઓ સરકારી તંત્રનો દુરૂપયોગ કરી રહ્યા છે

Recent Comments