જૂનાગઢ, તા.૩
કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ખાતે વિશ્વ વાઇલ્ડ લાઇફ ડે ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત વન્યપ્રાણીઓને અભયતાબક્ષી પર્યાવરણ અને વન પ્રકૃતિની જાળવણીમાં આગેવાની લેવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ “જીઓ ઓર જીને દો”ના ભારતીય સંસ્કૃતિના સનાતન સૂત્રને સાર્થક કરવા રાજ્યમાં ચાલતા કરૂણા અભિયાનની ફલશ્રુતીની માહિતી આપી હતી.
રાજ્ય સરકારની સિંહ સંવર્ધન, જતન અને સંરક્ષણની નીતિ અને લોક સહયોગને લીધે આજે સિંહોની વસ્તી ૬૦૦ આસપાસ પહોંચી છે તેમ જણાવી સિંહ રેસ્કયુ ઓપરેશનમાં મહિલા વન કર્મચારીઓના ફાળાને બિરદાવ્યો હતો. સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે તેમ જણાવી ઇકો ટુરિઝમ પેાલીસીની માહિતી આપી હતી.એશિયન સિંહોનું એક માત્ર વતન એવા સાસણ ગીર ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્ય જીવન ઉજવણીનું આયોજન કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે “Big Cats: Predators Under Threat” વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારનું ઉદ્‌ઘાટન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ડો.હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં દિપ પ્રગટાવીને સેમીનારને ખુલ્લો મૂક્યો હતો. કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ડો.હર્ષવર્ધને વન વિભાગની એપ્લિકેશન “હર્ષવર્ધન”નો ઉલ્લેખ કરીને કહ્યું કે આ એપથી લોકો એકપણ પૈસાનો ખર્ચ કર્યા વગર વન પર્યાવરણ જાગૃતિ અંગેના પ૦૦થી વધુ કામો કરી શકે છે. વન પર્યાવરણ પ્રેમીઓને “ગ્રીન ગુડ ડીડ”નો અનુરોધ કરતા ડો. હર્ષવર્ધને વધુમાં કહ્યું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશનનું સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડાણ કરી લુપ્ત થતી જતી પ્રજાતીઓના સંવર્ધન માટે જુઓલોજી સર્વેલન્સ ઓફ ઇન્ડિયાની પણ સહભાગિતા વધારાશે.