જોહનિસબર્ગ, તા.ર૫
દ.આફ્રિકાના યુવા ઝડપી બોલર લુંગી એન્ગીડીને સેન્ચુરીયન ટેસ્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ભારત વિરૂદ્ધ પહેલી ફેબ્રુઆરીથી શરૂ થનારી ૬ વન-ડે મેચોની સિરીઝ માટે એન્ગીડીનો દ.આફ્રિકાની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઝડપી બોલર મોર્ને મોરકલ અને ક્રિસ મોટીસ પણ ૧પ સભ્યોની ટીમમાં છે. આ બંને બાંગ્લાદેશ વિરૂદ્ધ વન-ડે સિરીઝમાં ઈજાના કારણે બહાર હતા.
દ.આફ્રિકાની ટીમ :- ડુપ્લેસીસ (કપ્તાન) અમલા, ડીકોક, ડીવીલીયર્સ, ડ્યુમીની, ઈમરાન તાહીર, માર્કરામ, મિલર, મોર્ને મોરકલ, મોરીસ, એન્ગીડી, ફેલુકવાયો, રબાડા, તબરેજ શમ્સ, જોડો.
ભારતીય ટીમ :- કોહલી, રોહિત શર્મા, ધવન, રહાણે, ઐય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચહલ, ભુવનેશ્વર, બુમરાહ, મો.શમી, શાર્દુલ ઠાકુર.