અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓરમાયા વર્તનનો વર્ષોથી ભોગ બનતું આવેલું સુપ્રસિદ્ધ ચંડોળા તળાવ કુદરતે વરસાવેલી મહેરને લીધે હાલ પાણીથી છલોછલ ભરાઈ જતાં તળાવની સુંદરતામાં વધારો થયો છે. ચંડોળા તળાવનો વિકાસ કરવા મ્યુનિ. બજેટમાં વર્ષોથી બજેટની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર કામગીરી કરાતી નથી. શહેરના અન્ય નાના-મોટા તળાવોનો વિકાસ થઈ ચૂક્યો છે. જ્યારે ચંડોળા તળાવ હજી આંસુ સારી રહ્યું છે જો આ તળાવનો વિકાસ કરવામાં આવે તો તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય.