સુરત, તા.૨૯
વરાછા રણજીત નગરની સામેના રોડ પરથી પસાર થતાં એક દારૂ ભરેલો ટેમ્પો પીસીબીએ ઝડપી પાડ્‌યો હતો. જા કે ટેમ્પો બિનવારસી હાલતમાં હોવાના કારણે કોઇ આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.
પીસીબીને બાતમી મળી હતી કે જીજે – ૧૬ – એયુ – ૦૩૪૮ નંબરનો ટેમ્પો બિનવારસી હાલતમાં વરાછા રણજીત નગરની સામે નગર પ્રાથમિક કુમાર શાળાના સામેના ગેટ પર પડ્‌યો છે. જેમાં દારૂનો જથ્થો મુકવામાં આવ્યો છે. પીસીબીએ ટેમ્પોનો કબ્જા લઇ તપાસ કરતા અંદરથી રૂા.૧.૪૪ લાખની ૧,૪૪૦ નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને ટેમ્પો કબ્જે લઇ કુલ રૂ.૩.૪૪ લાખનો મત્તા કબ્જે કરી આગળની તપાસ વરાછા પોલીસને સોંપવામાં આવી છે.