સુરેન્દ્રનગર, તા.૧પ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં હાલ વરિયાળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગત સપ્તાહના અંતે ૧૩૦૦ રૂા. ખરીદીનો ભાવ હતો. જો કે, આજે સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વરિયાળી લઈને પહોંચ્યા ત્યારે ભાવ ૧૩૦૦ને બદલે ૯૦૦ રૂા. જ હોવાનું માલૂમ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા અને કૃષિ જણસનો પૂરો ભાવ ના મળે તો ખેડૂત દેવાદાર બની જાય જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હળવદ હાઈવે પર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક ખેડૂતોએ વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો.