પાલેજ, તા.૨૮
ભરૂચથી વડોદરા તરફ પુરપાટ ઝડપે હંકારી જતો ટેમ્પ ચાલક દિપક ભગીરથ જાની વરેડિયા નજીકથી પસાર થતા આગળ ચાલતાં ટેમ્પા સાથે ધડાકા ભેર અથડાયો હતો. જેને પગલે અંદર બેઠેલા ભજનલાલ મોહન લાલ (રહે. દાંતા, બીસનોઈ)ને શરીર તેમજ માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. અકસ્માત દરમ્યાન આગળ ચાલતો ટેમ્પા નંબર એમ.એચ.-૧૫-એચ.વી.-૩૫૧૮ પલટી ખાઈ ગયો હતો. ટેમ્પા ચાલાકને ઇજાઓ થતાં ૧૦૮ને બોલાવતાં સારવાર અર્થે લઈ જતાં તેને અન્ય ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો. પાલેજ પોલીસે દિપક ભગીરથ સામે ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એન.દેસાઈને સોંપી હતી.
વરેડિયા નજીક બે વાહન વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત

Recent Comments