નવી દિલ્હી, તા.૨૨
વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવું કે ન રમવાનું નક્કી કરવું તેનો નિર્ણય CoAએ સરકાર પર છોડી દીધો છે. CoA પ્રમુખ વિનોદ રાયે કહ્યું કે, પાકિસ્તાન વિરૂદ્ધ રમવું કે ના રમવું, જે પણ સૂચના સરકાર તેમને આપશે, બીસીસીઆઇ તેને જ માનશે.
આ મુદ્દો પર સરકારથી ચર્ચા થયા પછી જ કોઈ નિર્ણય લેવામા આવશે. તેમ છતાં, રાયે સ્પષ્ટ કર્યું કે, આતંકને પ્રોત્સાહન આપનારા દેશ સાથે ભવિષ્યમાં સંબંધ રાખવા નથી. અને તેની ચિંતા બોર્ડ આઇસીસી સાથે પત્ર લખીને જણાવશે.
ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન સાથે રમવા પર નિર્ણય લેવા માટે CoAએ શુક્રવારે એક વિશેષ મીટિંગ બોલાઇ હતી. બેઠક પછી CoAએ જણાવ્યું કે, આ બાબતે નિર્ણય સરકાર સાથે વિચાર કર્યા પછી લેવામા આવશે. હમણાં તેમાં ૩ મહિનાનો સમય છે.
રાયે આ પણ કહ્યું કે, હમણાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે આઇસીસીને અમેપાકિસ્તાનથી સંબંધિત ચિંતાઓ જણાવીશું. આતંકને ટેકો આપનારા દેશો સાથે ભવિષ્યમાં સંબંધો રાખવામાં આવશે નહીં, આ મુદ્દે પણ આઇસીસીની બેઠકમાં ચર્ચા થશે.
રિપોર્ટ મુજબ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ આઈસીસીને ઇમેલ લખીને પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બાહર કરવા અપીલ કરી છે. કારણ કે આ પડોશી દેશ સતત તેની જમીન પર આતંકીઓને સમર્થન આપી રહ્યું છે અને ભારત વિરૂદ્ધ આ આતંકને પ્રોત્સાહન આપી રહ્યું છે.
બોર્ડે આઈસીસીને સ્પષ્ટપણે કહ્યું છે પુલવામા હુમલા બાદ દેશના લોકામાં પાકિસ્તાન સામે ગુસ્સો છે અને ભારત આ વખતે આતંકવાદના મામલે કોઈ પણ સમજૂતી નહીં કરે. ઉપરાંત સૂત્રો મુજબ ૨૭મી ફેબ્રુઆરીએ ICCના પ્રસ્તાવિત કાર્યક્રમમાં રાહુલ જૌહરી પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવાની માગ કરી શકે છે.

પુલવામા હુમલો : આઈપીએલની ભવ્ય ઓપનિંગ સેરેમની રદ કરાઈ

બીસીસીઆઇ સીઓએની બેઠકમાં પુલાવામા હુમલાના શહીદોના પરિવારની સહાયનો નિર્ણય લેવામાં આવ્યો છે. CoAના પ્રમુખ વિનોદ રાયે જણાવ્યું છે કે, અમે નક્કી કર્યું છે કે, આઇપીએલની ભવ્ય ઓપનિંગ સેરેમની થશે નહીં અને તેમાંથી જે પૈસા બચશે તે રકમ બીસીસીઆઈ તકફથી શહીદ પરિવારોને આપવામાં આવશે.