કોલકાતા,તા.૨૮
ઑસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર અને ક્રિકેટ-લેજન્ડ તરીકે ઓળખાતા ગ્લેન મૅક્ગ્રાએ તાજેતરમાં ભારતના પ્રવાસ દરમિયાન એક મુલાકાતમાં વર્લ્ડ કપની ટ્રોફી જીતવા માટેની ફેવરિટ ટીમ વિશે પૂછવામાં આવતાં કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડની ટીમ પહેલી વાર ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ છે, પરંતુ વર્તમાન ફૉર્મ જોતાં ભારત તથા ઑસ્ટ્રેલિયા પણ આ ટ્રોફીના દાવેદાર છે.’
૨૦૦૭માં વર્લ્ડ કપ જીતેલ ઑસ્ટ્રેલિયાની ટીમ વતી સ્પર્ધાના શ્રેષ્ઠ ખેલાડીનો એવૉર્ડ જીત્યા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધેલ મેકગ્રાએ કહ્યું હતું કે વર્તમાન સમયમાં વન-ડે ક્રિકેટમાં દેખાવના આધારે ઈયોન મોર્ગનની ટીમ વર્લ્ડ કપ જીતવા મક્કમ ફેવરિટ છે.
“ઈંગ્લેન્ડ એક દિવસીય ક્રિકેટની ઘણી સારી ટીમ છે અને મારા મત મુજબ વર્લ્ડ કપ જીતવા તે ફેવરિટ છે, એમ મેકગ્રાએ કહેતા ઉમેર્યું હતું કે અંગ્રેજ ટીમે ઘણા મોટા જુમલા નોંધાવ્યા છે અને પોતે બહુ પ્રભાવિત થયો છે.
વર્લ્ડકપ જીતવા ઇંગ્લૅન્ડ ફેવરિટ, પરંતુ ભારત-ઑસ્ટ્રેલિયા પણ દાવેદાર : મૅક્ગ્રા

Recent Comments