(એજન્સી) કરાચી, તા.૨૫
પાકિસ્તાનના પ્લેયર શોએબ મલિકનું કહેવું છે કે, ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની સિરીઝની હાલમાં વર્લ્ડ ક્રિકેટને ખૂબ જરૂર છે. ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ઍશિઝ સિરીઝની જેમ ભારત-પાકિસ્તાન વચ્ચે પણ સિરીઝ થાય એવું હું ઈચ્છું છું. ૨૦૦૭થી લઈને આ બે દેશ વચ્ચે ક્યારેય સિરીઝ રમાઈ નથી. તેઓ આઈસીસીની ઈવેન્ટ અને એશિયા કપમાં સામસામે રમે છે. આ પહેલાં શોએબ અખ્તરે પણ આ બે દેશ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાડવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વિશે શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે દુનિયાને આ બે દેશ વચ્ચેની હરીફાઈ જોવાની જરૂર છે. દુનિયાને ઍશિઝની જેટલી જરૂર છે એટલી જ આ બે દેશ વચ્ચેની સિરીઝની પણ જરૂર છે. મારા ઘણા પાકિસ્તાની ફ્રેન્ડ્‌સ છે જેઓ ઈન્ડિયન ક્રિકેટર્સની ખૂબ જ રિસ્પેક્ટથી વાત કરે છે તેમ જ અમે જ્યારે ઈન્ડિયામાં રમતા ત્યારે મને અને મારા પાકિસ્તાની ટીમ-મેટ્‌સને એટલો જ પ્રેમ અને સપોર્ટ મળતો હતો એથી મને લાગે છે કે બે દેશ વચ્ચેની હરીફાઈને જેમ બને એમ જલદી લાવવી જોઈએ.’