નવી દિલ્હી,તા.ર૪
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ર૦૧૯ની મહિલા સીગલ્સની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઈનલમાં તેણે ચીનની ચેયુફેને ર૧-૭, ર૧-૧૪થી પરાજય આપ્યો તે સતત ત્રીજા વર્ષે આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. આ સાથે જ સિંધુએ આ ખેલાડી વિરૂદ્ધ પોતાનો રેકોર્ડ ૬-૩ કરી લીધો છે રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલીસ્ટ સિંધુએ પ્રથમ ગેમથી જ ચીની ખેલાડી પર વર્ચસ્વ જમાવી લીધું હતું. સિંધુએ ફકત ૧પ મિનિટમાં પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી. બીજી ગેમમાં ચીની ખેલાડીએ થોડો સંઘર્ષ કર્યો પણ સિંધુએ પોતાની પકડ મજબૂત રાખી ગેમ અને મેચ જીતી લીધી.
સિંધુએ કવાર્ટર ફાઈનલમાં તાઈ ઝુ વિંગને હરાવી આ ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો ચંદ્રક નિશ્ચિત કરી લીધો હતો. સિંધુએ આ ટુર્નામેન્ટના ગત બે વર્ષોમાં સિલ્ડર મેડલ જીત્યા છે આ પહેલા તેણે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં બે બોન્ઝ મેડલ જીત્યા છે.