(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
કોરોના મહામારીને પગલે રાજ્યની સ્વઃનિર્ભર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી બાબતે પ્રવર્તતી વિવિધ પ્રકારની અફવાઓને રદીયો આપી વાલીઓને ચોક્કસ માર્ગદર્શન આપવા માટે સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત દ્વારા આજે એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાના બદલે કેટલીક છુટછાટો વાલીઓને અપાઇ છે, પરંતુ સ્વ નિર્ભર શાળા સંચાલક મહામંડળ તમામ વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફીની રકમ તો વસુલસે જ તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યું છે. સ્વ નિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, હાલની કોરોનાની કપરી પરિસ્થિતિમાં જે વાલીઓની આવક કે નોકરી ચાલુ છે, તેવા વાલીઓને મંડળ દ્વારા વિદ્યાર્થીઓની ફી ભરવા અપીલ કરવામાં આવી છે. પરંતુ માર્ચ એપ્રિલ અને મેની ફી બાકી છે. તેઓ અત્યારે ભરી શકે તેમ નથી. તેવા વાલીઓને નવા સત્ર કુલે ત્યારે હપ્તેથી ફી ભરવા માટે શાળાના પત્રો લખી જાણ કરવામાં આવશે તો શાળા આવા વાલીઓને ચોક્કસ પણે મદદરૂપ થશે. નવા સત્રને જે તે મહિનાની ફી રેગ્યુલર ભરે અને જે વાલીઓ હાલમાં આર્થિક મુશ્કેલીમાં છે, તેવા વાલીઓને ફી ભરવા માટે શાળાઓ દ્વારા વધારાનો સમય આપવામાં આવશે. રાજ્યની તમામ સ્વ નિર્ભર શાળાઓ સરકારની સુચના મુજબ વર્ષ ર૦ર૦-ર૧ની ફી વધારવાની નથી.