(એજન્સી) રિયાધ, તા.૧૨
સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વર્ષ ૨૦૧૫માં માલ્દીવ્સમાં એક ગુપ્ત પાર્ટી યોજી હતી. જેમાં ૧૫૦ જેટલી મોડલોએ ભાગ લીધો હતો.
તાજેતરમાં પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પાર્ટીમાં હાજર રહેલી મોડલો કોઈ ગુપ્તરોગથી પીડાતી નથી તે માટેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. બ્રેડલી હોપ અને જસ્ટિન સ્ચેક દ્વારા લખવામાં આવેલા પુસ્તક ‘બલ્ડ એન્ડ ઓઈલ’માં મોહમ્મદ બિન સલમાનની સત્તા માટેની ઝંખના અને ૨૦૧૫ની પાર્ટી અંગે અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. આ પાર્ટીને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી અને જે રિસોર્ટમાં આ પાર્ટી યોજાઈ હતી ત્યાનાં કર્મચારીઓ પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા. તેમને ફક્ત નોકિઆ ૩૩૧૦ વાપરવાની છૂટ આપવામાં આવી હતી. એક ન્યુઝ વેબસાઈટના અહેવાલ મુજબ આ પાર્ટીમાં રશિયા, બ્રાઝિલ અને માલદીવ્સની રાજધાની માલેની મોડલોએ હાજરી આપી હતી.