(સંવાદદાતા દ્વારા)
ભરૂચ,તા.૩૧
ભરૂચમાં ખાતામાંથી રૂપિયા ઉપાડીને એટીએમ પીન બ્લોક કરનારા ભેજાબાજોને પોલીસે ઝડપી લઈ પૂછપરછ કરતા મુંબઈ અને ઉત્તરપ્રદેશના ભણેલા ગણેલા યુવાનોએ એટીએમ કાર્ડનું કલોનીંગ કરીને લાખો રૂપિયા લોકોના ખાતામાંથી ઉપાડી લીધા હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. વલસાડની એક હોટલમાં ચાર યુવાનો શંકાસ્પદ હાલતમાં રહેતા હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીને પગલે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તપાસ કરાવતા છેલ્લા ઘણા સમયથી બેંક ખાતા ધારકોના એટીએમના પીન નંબર ંબંધ કરીને નકલી એટીએમ કાર્ડ બનાવીને રૂપિયા બારોબાર ઉપાડી લેતી ટોળકી હોવાની વિગતો મળી હતી. આ વિગત મળતા જ ભરૂચ એલસીનું ટીમ સાયબ (સેલની ટીમ) સાધી તમામ એકલપર્ટની ટીમને કામે લગાડી દીધા હતા. બયાન કરતા ચોક્કસ યુવાનો મોબાઈલ બેકીંગ કરતા લોકોની વિગતો એકઠી કરી રહ્યા છે. આટલી વિગતો મળતા જ એલસીબી પોલીસ વલસાડ પહોંચી હતી અને ત્યાંથી અંકુરસિંહ (અભ્યાસ બી-એસ-સી) હાલ રહેવાસી યુ.પી.-(ર) ફતેબહાદુરસિંહ પ્રતાપગઢ યુ.પી. (૩) ધર્મેન્દ્રકુમાર પટેલ (અભ્યાસ એલએલબી) પ્રતાપગઢ યુ.પી. અભય પ્રતાપસિંહ રેહવાસી પ્રતાપગઢ યુ.પી.ને ઝડપી લીધા હતા પોલીસે આ યુવાનો પાસેથી ટાટાસફરી કાર, એટીએમ કાર્ડ કલોનીંગ ડીવાઈસ, લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા, આ યુવાનોની પોલીસે પૂછપરછ શરૂ કરતા તેઓ જણાવ્યું હતું કે તેઓ બેન્કો ખાતાઓની વાતો મેળવી લઈને એટીએમ કાર્ડ કલોનીંગ કરીને ડુપ્લીકેટ કાર્ડ મેળવીને તેઓ એટીએમ પીન નંબર બદલીને ખાતામાંથી લેપટોપ થકી રૂપિયા ઉપાડી લેતા હતા. આરોપીઓ પાસેથી એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, બીઓબી (કોટેક) ડીસીબી, યુસીઓ બેન્ક યુનિયન બેન્ક અલ્લાહબાદ લેક સહીત બેન્કોના કાર્ડ મળી આવ્યા હતા તેઓની પૂછપરછમાં ભરૂચ અંકલેશ્વર પાલેજ ખાતેનાં ૧૦ ખાતામાંથી રૂપિયા ઉપાડવાની કબુલાત કરી હતી જયારે વલસાડ-૪-નવસારી-૪-વડોદરા-૪-મહેસાણા-૩ પાટણ-૩ મળી કુલ ર૮ લોકોના એટીએમકાર્ડ કલોનીંગ કરીને આશરે ૩,પ૦,૦૦૦ ઉપાડી લીધાનું જણાવ્યું હતું સાથે તેમણે પાલનપુર, સાબરકાંઠા, કચ્છ, ઉત્તરપ્રદેશ, અલ્હાબાદ, પ્રતાપગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબમાં પણ આવી જ રીતે કલોનીંગ કરી રૂપિયા ઉપાડી લીધા હોવાની કબુલાત કરી હતી. તેમણે મુંબઈમાં સફારીકારની ખરીદી કરી હતી. આ યુવાનો ભણેલા છે તે અને મુંબઈમાં કોઈકની પાસે કલોનીંગ કરવાનું શીખ્યા હતા. પોલીસે હવે તેમના કલોનીંગ ગુરૂની તપાસ શરૂ કરી છે.