(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૫
વલસાડ નગરપાલિકામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણી તથા પર્યાવરણની સામે નુકસાન કરનારાઓની સામે કાયદાકીય પગલાં લેવા માટે અને વલસાડમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ સદંતર બંધ કરવાની પ્રતિજ્ઞા નગરપાલિકા સભાખંડમાં લેવામાં આવી હતી. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વલસાડ નગરપાલિકા દ્વારા મીટિંગ યોજાયેઈ હતી જેમાં નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ આહીર તથા શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકીએ ખાતરી આપી કે વલસાડને પાલસ્ટિકની કોથળીઓ, થેલી બંધ કરાવીશુ અને વલસાડમાં પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરનારને દંડ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના મહિલા તથા પુરૂષ સભાસદ હાજર રહીને વલસાડમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરવાના અને સ્વચ્છતા તથા પર્યાવરણની જાળવણીની પ્રતિજ્ઞા લીધી હતી. પર્યાવરણ જાણવણી તથા સ્વચ્છતા અભિયાન એક સપ્તાહ સુધી ચાલશે.