(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૨
આણંદ જિલ્લાનાં વલ્લભવિદ્યાનગરની બીવીએમ એન્જીનીયરીંગ કોલેજનાં અધ્યાપકો દ્વારા સાતમાં પગાર પંચની માંગ સાથે ગુરુવારે કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન કરતા શૈક્ષણિક કાર્ય કરી ફરજ બજાવી હતી,તેમજ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મળતી વિગતો અનુસાર રાજયમાં માત્ર ટેકનિકલ શિક્ષણની સંસ્થાઓના અધ્યાપકો સાતમાં પગાર પંચના લાભથી વંચીત છે. બી.વી.એમ ઈજનેરી કોલેજના ટેકનિકલ ટીચર્સ ફોરમનાં આદેશ અનુસાર આજે કોલેજનાં તમામ અધ્યાપકો કાળા કપડાં ધારણકરીને સરકાર સામે સાતમાં પગારપંચ અનુસાર પગાર ધોરણ મેળવવા માટે સરકાર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા શાંત દેખાવ કર્યો હતો. તથા આગામી સમયગાળામાં જ્યાં સુધી સાતમું પગારપંચ ન મળે ત્યાં સુધી કોલેજ ના સર્વે અદ્યાપકો શેક્ષણિક, બિન શૈક્ષણિક, પરિક્ષા વગેરે જેવી કામગીરી સાથે કાળી પટ્ટી પહેરીને સરકાર સામે વિરોધ પ્રદર્શીત કરશે.તેમજ આગામી ૧૭/૦૩/૨૦૨૦ ના રોજ કોલેજના અદ્યાપકો મુખ્યમંત્રીને રૂબરૂ મળી ને સાતમાં પગાર પંચના અમલ માટે રજુઆત કરશે.