(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૫
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા શ્રેષ્ઠ નાગરિક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો હોવો જોઇએ. સરદાર વલ્લભભાઇ પટેલના નિર્વાણ દિને સરદાર પટેલ યુનિવર્સટી, વલ્લભ વિદ્યાનગરના યોજાયેલા ૬૩માં દીક્ષાંત સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓને રાજ્યપાલે શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલે આ પ્રસંગે સતત જ્ઞાનસંપન્ન બનવાની શીખ આપી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવા જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ હતુ કે, શિક્ષા સ્વહિત માટે સિમિત ન રહેવી જોઇએ પરંતુ સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે તેનો ઉપયોગ થવો જોઇએ.
દિક્ષાંત સમારોહના મુખ્યવ મહેમાનપદેથી નવી દિલ્હીોના કાઉન્સીેલ ઓફ સાયન્ટીફીક એન્ડન ઇન્ડવસ્ટ્રીલ રીસર્ચના ડાયરેકટર જનરલ ડૉ. શેખર માંડેએ પદવીધારક વિદ્યાર્થીઓને હવે પછીનું આપનું જીવન ખૂબજ અગત્યસનું છે. આનું મહત્વ તમારા માતા-પિતા, શિક્ષકો અને મિત્રો માટેનું છે. નહીં કે ફેસબુક/ટવીટર/ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સનું.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ યુવાનોને તેમની નવીનતાઓ અને શોધ-સંશોધનો સમાજને મદદરૂપ બને તે માટે પોતાનું ઉત્તરદાયિત્વં નિભાવવાનો અનુરોધ કર્યો હતો. જીવનમાં જે તબકકાઓ આવતા હોય છે તેમાંથી વ્યાકિતને જીવનનો નવો વળાંક મળે છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૧૧૯ વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરવામાં આવ્યા હતા. જયારે અનુસ્નાગતકની વિવિધ ફેકલ્ટીુઓ દ્વારા કોવિડ-૧૯ મહામારી અંતર્ગત ૪૩ આર્ટીકલ અને રિસર્ચ પેપરો સંકલિત કરીને તૈયાર કરવામાં આવેલ પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.