નવી દિલ્હી,તા.૬
પાકિસ્તાન ટીમના પૂર્વ કપ્તાન અને વિશ્વના બેસ્ટ ઝડપી બોલરોમાં સામેલ રહી ચૂકેલા વસીમ અકરમે પાંચ બેસ્ટ બેટ્‌સમેનોની પસંદગી કરી છે. આ લિસ્ટમાં તેમણે પાંચ તે બેટ્‌સમેનની પસંદગી કરી છે. જેમની સામે તેઓ રમી ચૂક્યા છે. અકરમે આ લિસ્ટમાં સચિન તેન્ડુલકરને પાંચમાં સ્થાને રાખ્યા છે અને તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. સચિનની સર્વકાલીન બેસ્ટ બેટ્‌સમેનોમાં પસંદગી થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેટિંગના તમામ મોટા રેકોર્ડ સચિનના નામે છે. અકરમે આ લિસ્ટમાં સૌથી પહેલા વેસ્ટઈન્ડિઝના વિવિયન રિચાર્ડને મૂક્યા છે. તેમના વિશે અકરમે કહ્યું કે, તેમનો કલાસ સૌથી અલગ હતો. અકરમે કહ્યું સચિન વિશે હું વધારે કહી ના શકું કારણ કે, હું અને વકાર યુનુસ તેમની વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં વધારે બોલિગ કરી શક્યા નથી. અકરમે કહ્યું હું આ લિસ્ટમાં સચિનને અલગ રાખી રહ્યો છું કારણ કે, અમે તેમની વિરૂદ્ધ ૧૦ વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી. સચિન સામે બોલિગ કરી નથી એટલે તેમને જજ કરવું મુશ્કેલ છે. તેમણે માર્ટિન ક્રોને બીજા સ્થાને રાખ્યા છે. વસીમે કહ્યું ક્રોની ટેકનીક શાનદાર હતી. બ્રાયન લારાને ત્રીજા સ્થાને રાખવામાં આવ્યા છે. અકરમે કહ્યું લારા સામે બોલિગ કરવી ઘણી મુશ્કેલ હતી. અકરમે ચોથા સ્થાને પોતાના સાથી ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હકને અને સચિનને પાંચમાં સ્થાને મૂક્યા છે.