અમદાવાદ, તા.૧૯
અમદાવાદના વસ્ત્રાપુરનાં પીજીમાં રહેતી અને નોકરી કરતી મહિલા દારૂ પીને ઘરમાં તોફાન કરતા મકાન માલિકે પોલીસને જાણ કરાવીને પકડાવી દીધી હતી. પોલીસ તપાસમાં આ મહિલાનાં રૂમમાંથી પણ દારૂની બોટલ મળી આવી હતી. જેથી સ્થાનિક પોલીસે તેની સામે બે ગુના નોંધીને ધરપકડ કરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના એસજી હાઇવે પર આવેલી ટીજીબી હોટલ સામે નેબ્યુલા ટાવરમાં એક ફ્લેટમાં મહિલાઓ માટે પીજી ચલાવવામાં આવે છે. જેના એક રૂમમાં રહેતી નાગપુરની મહિલા રાતે ૧૨ કલાકની આસપાસ દારી પીને ધામાલ કરી રહી હતી. તેની સાથે રૂમમાં રહેતી અન્ય મહિલાઓએ આ અંગેની ફરિયાદ મકાન માલિકને કરી હતી. જે બાદ મકાન માલિકે આ અંગેની ફરિયાદ પોલીસને કરતા મહિલાની ધરપકડ કરવાાં આવી હતી. પોલીસે મહિલાનાં રૂમમાં તપાસ કરતા દારૂની એક ખાલી બોટલ મળી આવી હતી. જેના કારણે પોલીસે મહિલા સામે બે ગુના દાખલ કર્યાં છે.
મહત્ત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ વસ્ત્રાપુરમાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં મધરાતે સેટેલાઇટ પોલીસને રિંગ રોડ પર આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટ પાસેના સંઘમિત્રા ફ્લેટના રહીશોઓ ફોન કરીને જાણ કરી હતી તેમના એપાર્ટમેન્ટમાં સાત છોકરીઓ દારૂ પીને ધમાલ કરે છે. તેની સાથે જોરશોરથી ડીજે વગાડીને ડાન્સ કરીને બુમાબુમ કરે છે. આ પ્રમાણેના મેસેજ આધારે પોલીસે દરોડો પાડયો હતો. ત્યાં જઇને તપાસ કરતાં પોલીસે આંબાવાડીમાં મહેતનપુરાની ચાલીમાં રહેતા અને નવરંગરપુરામાં પોતાનું સ્પા ચલાવતા ડાયાભાઇ. જી. વણકરની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા એપાર્ટમેન્ટના રૂમમાંથી એક દારૂની બોટલ તથા બિયરના ૧૦ ટીન કબજે કર્યા હતા.
વસ્ત્રાપુર : પીજીમાં રહેતી મહિલાએ દારૂ પીને ધમાલ કરી

Recent Comments