(એજન્સી) તા.૨
ઈરાકના વડાપ્રધાનની ચૂંટણી બાબતોના સલાહકાર અબ્દુલ-હુસૈન-અલ-હિંદવીએ ગુરૂવારે પુષ્ટિ કરી હતી કે ૬ જૂન, ર૦ર૧ના રોજ યોજાનારી વહેલી ચૂંટણીઓ તેમના નિર્ધારિત સમયે જ યોજાશે. અલ -હિંદવીએ પત્રકારોને જણાવ્યું કે, ચૂંટણી પંચની ૭પ૦ જેટલી મોબાઈલ ટીમો, ચૂંટણીની તૈયારી માટે આવતા મહિનાની શરૂઆતમાં મતદારોના ડેટાને અપડેટ કરવાનું શરૂ કરશે. “વહેલી ચૂંટણી યોજવાની તમામ આવશ્યકતાઓ ઉપલબ્ધ છે અને તારીખને મુલત્વી રાખવા માટે કોઈ વાજબી કારણ નથી, “વધુમાં ઉમેરતા તેમણે કહ્યું કે, પ્રતિનિધિઓની સમિતિ તરફથી આગામી થોડા અઠવાડિયા દરમ્યાન ફેડરલ કોર્ટના કાયદાને મંજૂરી આપવાના વચનો છે. અગાઉ ઈરાકના વડાપ્રધાન મુસ્તફા-અલ-કાઝીમીએ તેમને સરકાર દ્વારા વહેલી ચૂંટણી યોજવાના ઈરાદાની પુષ્ટિ કરી હતી.