(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૬
મોરબી એસઓજી ટીમે આજે વાંકાનેર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી ચાર પરપ્રાંતીય શખ્સોના કબજામાંથી સવા ત્રણ લાખ રૂપિયાથી વધુ કિંમતના મોબાઈલ ફોન કબ્જે કરી શંકાસ્પદ જણાતા મોબાઈલના જથ્થાની સઘન પૂછપરછ કરવામાં આવી છે. મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પી.આઈ એસ.એન.સાટી તથા એસઓજી સ્ટાફ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોરબી વાંકાનેર હાઈવે પર વાઘસિયા ટોલનાકા નજીક ભવાની હોટલ પાછળ આવેલ ઝુંપડા ચેક કરતા ચાર પરપ્રાંતીય શખ્સો પાસેથી બિલ વગરના ચોરી કરેલા મોબાઈલ નંગ ૧૦૬ કિંમત રૂા.૩,૨૫,૬૫૦ સાથે શંકાસ્પદ મિલ્કત જણાતા મોબાઇલ જથ્થા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસઓજી પોલીસે શંકાસ્પદ ઈસમ રાજુ માંગીલાલ પવાર ઉ.વ.૩૮ રહે. એકતાસા તા.ભીખનગાંવ મધ્યપ્રદેશ પાસેથી ૨૧ નંગ સેમસંગ ગેલેક્સી જે-૭ અને ચાર્જર કેબલ નંગ ૩૮ મળી કુલ રૂા.૬૪,૯૦૦ સાથે અને પાવનસિંગ પરશુરામ પવાર ઉ.વ.૩૮ રહે. પંડિત દિનદયાલનગર બોરગાંવ મધ્યપ્રદેશ પાસેથી એમ હોર્સ મોબાઈલ નંગ ૨૦ જે-૭ નંગ ૩ તથા વિવો કંપનીના મોબાઈલ નંગ ૩૦ મોબાઈલ ફોનના કવર નંગ ૩૦ તેમજ ચાર્જર વાયર ૫૧ મોબાઈલ કવર ૨૦ સહિત કુલ રૂા.૧,૬૩,૭૫૦ કબ્જે કર્યા હતા આ ઉપરાંત સંતોષ સમુંદર મોહિતે ઉ.વ ૩૮ રહે.નવી આહીરખેડી કુંદનનગર ઈન્દોર વાળા પાસેથી જે-૭ સેમસંગ કંપનીના મોબાઈલ નંગ ૨ કિંમત રૂા.૬,૦૦૦ તથા રાકેશ ગંગારામ ચૌહાણ જાતે ઓડ ઉ.૨૫ રે.સિરખંડી તા.ખરગોન મધ્યપ્રદેશ પાસેથી સેમસંગ ગેલેક્સી જે-૭ ફોન નંગ ૩૦ કિંમત રૂા.૯૦,૦૦૦ તથા ચાર્જર નંગ ૨૦ સહિત કુલ રૂપિયા ૯૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ એસઓજી પોલીસે વાંકાનેર નજીકથી ચાર પરપ્રાંતીય શખ્સોને શંકાસ્પદ મોબાઈલ ફોન અને એસેસરીઝનો લાખોનો જથ્થો કુલ રૂા.૩,૨૫,૬૫૦ના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને ઝડપી લેતા મોરબી શહેર જિલ્લાની મોબાઈલ દુકાન ચોરોની ઘટનાનો પર્દાફાશ થવાની શકયતા સેવાઈ રહી છે. આ ચારેય ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ધોરણસરની અટક કરી એસઓજી ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં મોરબી એસઓજી પી.આઈ એસ.એન.સાટી એએસઆઈ અનિલભાઈ ભટ્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ ડોડિયા, જયપાલસિંહ ઝાલા, ફારૂક પટેલ, કિશોરભાઈ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વઘાડિયા અને વિજયભાઈ ખીમાણિયા સહિતના સ્ટાફે મેગા ઓપરેશનને પાર પાડી શંકાસ્પદ ગણાતા લાખોના મોબાઈલના જથ્થાને ઝડપવામાં મોટી સફળતા મેળવી છે.