ગાંધીનગર, તા.૧૮
ગુજરાતના નવમા વાઈબ્રન્ટ સમિટમાં પ્રથમ વખત ડિફેન્સ સેમિનારનું આયોજન થયું છે. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અંગે સેમિનાર યોજાયો હતો, જે સેમિનારમાં ડિફેન્સ સેક્રેટરી અજયકુમારે આ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પહેલી વખત ગુજરાત વાયબ્રન્ટમાં ડિફેન્સ સેમિનારનું આયોજન થયું છે. આ વખતે ડિફેન્સ સેક્ટરમાં ૪ હજાર કરોડનું રોકાણ આવ્યું છે. દિવસેને દિવસે ડિફેન્સ સેક્ટરમાં પ્રગતિશીલ બની રહ્યો છે. ડિફેન્સ સેક્રેટરી અજયકુમારે વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૩ વર્ષમાં ડિફેન્સ એક્સપોર્ટ ૧૦ હજાર કરોડે પહોંચ્યો છે, અને દેશ આ દિશામાં સતત વિકાસ કરી રહ્યો છે. બીજી બાજુ કલ્યાણી ગ્રુપના MDએ જણાવ્યું હતું કે, ડિફેન્સ સેક્ટરમાં આવેલા રોકાણથી મેક ઇન ઇન્ડિયાને લાભ થશે.