ભરૂચ, તા.૧૨
ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં સૌથી વધુ પ્રદુષણ માટે અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીઓના નામ આવે છે ત્યારે હવે ઝઘડીયા બાદ દહેજ અને વિલાયતની જીઆઇડીસી આવેલી કંપનીઓ પણ કેમિકલયુક્ત પાણી છોડતી થઈ છે અને તેના કારણે હવે નર્મદા નદીમાં માછલીઓના મોત થઈ રહ્યા છે જેમાં આજે વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે નદી કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં નર્મદા નદીના કિનારે મળી આવી હતી જેની જાણ આજુબાજુના ગ્રામજનો થતાં જેમાં પણ માછીમાર સમાજને થતા તેઓ દોડી આવ્યા હતા તાત્કાલિક ધોરણે આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી અને નમૂના લેવાની માગણી કરી હતી સાથે સાથે તેમણે એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે દહેજની કેટલીક કેમિકલ કંપની તેમજ દૃૈઙ્મટ્ઠઅટ્ઠં ખ્તૈઙ્ઘષ્ઠમાં આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ પ્રદૂષિત પાણી ખાડીઓમાં છોડી દેવામાં આવતા આ પાણી નર્મદા નદીમાં પડતાં તેના કારણે આ માછલીઓના મોત થયા છે જ્યારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેમજ જે માછીમારો નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી
જિલ્લાની નામાંકિત શાળાઓ હવે બેંકોના માણસો થકી ફી ઉઘરાવવા માટે ફોન ઉપર તેમજ મેસેજ કરી વાલીઓને હેરાન કરતા હોવાનું તેમજ ફીની ઉઘરાણી કરતા કંટાળેલા વાલીઓ અને એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી આવી શાળાઓ સામે પગલાં ભરવાની માગણી કરી હતી.