ટંકારીઆ, તા.રપ
વાગરા તાલુકાના ભેંસલી ખાતે ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ખોજબલની ટીમે ટંકારીઆ કેજીએન ટીમને પરાસ્ત કરી ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ટંકારીઆ કેજીએન ટીમ ૧૨૦ રનમાં જેના જવાબમાં ખોજબલની ટીમે આસાનીથી ૧૨૦ રન ચેઝ કરીને ચેમ્પિયન બની હતી. ટ્રોફી વિતરણ સમારંભમાં ગામ પરગામથી મોટી સંખ્યામાં એનઆરઆઈ ભાઈઓ તથા પ્રેક્ષકો હાજર રહી મેચની મજા માણી હતી. ટંકારીઆ કેજીએનના કેપ્ટન ઝાકીર ઉમતાએ તેમના વયક્તવ્યમાં ગ્રામ્ય લેવલે ઊભરતા ટેલેન્ટેડ ક્રિકેટરોને આગળ આવવા માટે આહ્‌વાન કર્યું હતું. ખોજબલના મેનેજર તરીકે પધારેલા ઇસ્માઇલભાઈ મતાદારે પણ તેમના વક્તવ્યમાં ગ્રામ્ય કક્ષાએ આવા નયનરમ્ય મેદાનની ખૂબ પ્રશંસા કરી હતી. આ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પધાર્યા હતા.