વાગરા, તા.૧૯
વાગરા તાલુકાના વિલાયત અને સાયખાં કેમિકલ ઝોનમાં કંપનીઓની સ્થાપિત થઈ રહી છે. જેમ જેમ કંપનીઓ આવતી જાય છે તેમ શ્રમિક વર્ગમાં ઉતરોઉત્તર વધારો થતો જાય છે. જેને પગલે ચોરીઓ અને મારમારીની ઘટનાઓ બની રહી છે. દિનેશ કાનજીભાઈ સંગાડીયા ૧૩ ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે સાયખાં કેમિકલ વિસ્તારમાં આવેલ આર.કે. સિન્થેટીક કંપનીમાં કામ કરતા તેમના સંબંધીને ત્યાં ગયો હતો. તેવા સમયે ત્યાં રહેતા ચિરાગ ખાડીયા, દુલા નિનામાં અને મુકેશ ભુરિયાએ દીનેશને કહ્યું કે તુ આ બાજુ આવી અમારા પત્નીઓની છેડતી કરે છે. એમ કહી ત્રણેય આરોપીઓએ દીનેશને ઢીકા પાટુના માર મારી. માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે દિનેશના ભાઈએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્રણેવ આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં દિનેશનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જેને પગલે વાગરા પોલીસે ત્રણેય આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.