(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
હાલોલથી વડોદરા તરફ જઈ રહેલા ટેમ્પોમાં ડુંગળીની આડમાં દારૂની હેરાફેરીનો વાઘોડિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દારૂ અને બિયરને ૩.રર લાખના દારૂ સહિત કુલ પ.રર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટેમ્પો સાથે એક આરોપી મનોજ રાવત (ઉ.વ.૩૦)ની ધરપકડ કરી છે. જ્યારે ઈન્દોરના મુકેશ માલવી સહિત બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. બીજા બનાવમાં વાઘોડિયા પોલીસે તવરા ફાટક પાસેથી બે બાઈક સવાર લબરમુછિયાને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડીને ૧.૧૮ લાખના મુદ્દામાલ કબજે કર્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ઈમ્પોર્ટેડ બાઈક સાથે બે લબરમુછિયાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રહેલી બેગમાંથી ૮૩૦૦ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી. પોલીસે બંનેની અટકાયત કરી પૂછતાછ કરતા બંને છોટાઉદેપુરના હોવાનું બહાર આવ્યું હતું તેમજ આ દારૂનો જથ્થો છોટાઉદેપુરના મયુર કોલચાને વડોદરા પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું.