પ્રદૂષણખોરો સામે નક્કર કાર્યવાહી ક્યારે થશે ?
વડોદરા, તા.ર૧
વડોદરાની આસપાસ આવેલી ઇન્ડસ્ટ્રીઝ પ્રદુષણ કેલાવવા મામલે દીવસેને દીવસે વધુ બેકાબુ બની રહયો હોય તેવી ઘટનાઓ આવી રહી છે. સોમવારે વાઘોડિયા હાઇવે ચોકડી પાસે લીલા કલરનું પ્રવાહી રેલાયું હતું. તેની આસપાસ ઔધોગિક કચરાનો નિકાલ કરાયો હોય તેવી ગુણો પણ જોવા મળી હતી. સમગ્ર વાત પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિના ધ્યાને આવતા તેમણે તાત્કાલીક જીપીસીબીના મામલે માહિતી આપી હતી. મધ્યગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો વડોદરાની આસપાસના વિસ્તારમાં આવેલા છે. છેલ્લા કેટલાય દિવસથી જળ સ્ત્રોતોમાં ઔધોગિક કચરાનો આડેધડ નિંકાલ કરવામાં આવતો હોવાની ઘટનાઓ સામે આવી હતી. જંબુસર ખાતે આવેલી મહિસાગર નદીની એસ્ય્યુરીમાં વર્ષોથી ઔધોગિક ટ્રીટેડ એક્લુએન્ટ બેરોકટોક ઠાલવવામાં આવે છે. તાજેતરમાં પાદરા નજીકથી પસાર થતી મહિસાગર નદીના કાંઠા વિસ્તારમાં કીણ તરતુ જોવા મળ્યું હતું. બે દિવસ પહેલા વિશ્વામિત્રી નદીમાં એસીડ ઠાલવવાના કૌભાંડનો પર્દાકાશ થયો હતો. આમ, એક પછી એક વિવિધ જગ્યાઓ પર રીતે પ્રદુષિત કચરાનો બેકામ નિંકાલ કરવામાં આવતો હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે.
સોમવારે વાઘોડિયા નેશનલ હાઇવે ચાર રસ્તા, હિમાલય પાર્ટી પ્લોટની સામે લીલા કલરનું પ્રવાહી રેલાયું હતું. અને તેની આસપાસ ઔધોગિક કચરાની ગુણો જોવા મળી હતી. આ અંગેની જાણ પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિને થતા તેમણે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોડના અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની આસપાસના જળાશયોમાં પ્રદુષણનું પ્રમાણ ગંભીર રીતે વધી રલું છે. દર વખતે જીપીસીબી દ્વારા ઘટનાની જાણ થયા બાદ તપાસ કરાય છે. પરંતુ પ્રદુષણખોરો સામે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો આ જ ગતિએ પ્રદુષણનો ગેરકાયદેસર નિંકાલ કરવામાં આવશે તો શહેરપર જળસંકટ સર્જાશે તેવી શક્યતાઓ છે.
Recent Comments