(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૭
ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનાં અસ્થિનું વિસર્જન સોમવારે ફાજલપુર સ્થિત મહીસાગર નદીમાં કરવામાં આવ્યું હતું. જેના માટે આજે મનુભાઇ ટાવર સ્થિત શહેર ભાજપ કાર્યાલયથી ફાજલપુર સુધી અસ્થિ વિસર્જન યાત્રા નિકળી હતી.
પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીનું ગત તા.૧૬ ઓગષ્ટનાં રોજ નિધન થયું હતું. સયાજીગંજ સ્થિત ભાજપ કાર્યાલય ખાતેથી અસ્થિ કળશ વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો. જે કાલાઘોડા, આરાધના ટોકીઝ, કોઠી ચાર રસ્તા, ટાવર, અમદાવાદી પોળ, રાણાવાસ નાગરવાડા, પટેલ ફળિયુ, સમા ચાણક્યપુરી, અભિલાષા ચાર રસ્તા, નિઝામપુરા, છાણીથી નંદેશરી થઇ ફાજલપુર પહોંચી હતી. જ્યાં મહી નદીમાં અટલજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ અસ્થિ વિસર્જન યાત્રામાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા જોડાયા હતા. શાસ્ત્રોકત વિગેરે અનુસાર અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.