વાપી, તા.ર૩
વાપીમાં ૨૨ નવેમ્બરના રોજ ગુંજન જીઆઈડીસી ગાર્ડન પાસેથી ઇન્ડિયન ફલેગ રનર્સની ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સસિલેન્સ સ્પર્ધામાં વાપી દમણ સિલવાસા અને બીજા રાજ્યોથી કુલ ૧૭૩ જેટલા રનર્સઓએ ભાગ લીધા હતા. આ રેસ સવારે ૪ વાગે ગુંજન જીઆઈડીસી ગાર્ડનથી શુરૂં કરવામા આવી હતી. જેમાં આ રેસ સરીગમ, કલગામ, નારગોલ ઉમરગામ, બોરડી થઈને પરત વાપીનો રૂટ હતો જેની કુલ ૧૦૦ કિલોમીટરની દૂરી હતી અને આ રેસમાં વાપીના ઇફતેખાર ખાનએ ૧૦૦ કિલોમીટરની અંતર માત્ર ૯ કલાક ૪૭ મિનિટમાં પુરી કરી આખી સ્પર્ધામાં પહેલાં સ્થાન પ્રાપ્ત કર્યા હતા તો બીજા સ્થાને રણજિત, સંજય અને ત્રીજા સ્થાન ધર્મેન્દ્ર મળ્યો હતો. આ ઈન્ડિયન ફ્લેગ રનર્સમાં મેડિકલ સપોર્ટમાં ડોક્ટર ચિંતન પટેલ અને એમની હતી અને બીજા સમાજ સેવકો હાજર રહ્યા રહી આ સ્પર્ધાને સફળ બનાવવા માટે મોટો ફાળો આપ્યો હતો.
Recent Comments