(સંવાદદાતા દ્વારા) વાપી,તા.રર
પુલવામામાં થયેલ આતંકવાદીઓ દ્વારા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે વાપીમાં હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ તથા રેલીઓ યોજાઈ હતી. જેમાં દરેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા.
આતંકવાદીઓ તથા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવા માટે આ દેશમાં વસતા મુસ્લિમ ભાઈઓ તથા વિવિધ સમાજ દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી છે. જો કે અમુક તોફાની તત્વો દેશની સુરક્ષા સામે આવેલ મુશ્કેલીમાં એ પણ સમગ્ર લઘુમતી સમાજને બાનમાં લેવાની તથા લઘુમતી વિસ્તારોમાં જ રેલીઓને અંદર પ્રવેશ કરાવીને મસ્જિદોની સામેજ ઠેર-ઠેર ધાર્મિક સ્થળો મસ્જિદની બિલકુલ સામે જ પેશાબ કરવાની તથા બિભત્સ હરકતો કરી શહેરની ખુલ્લેઆમ શાંતિમાં પલીતો ચાંપીને કાકરોચાળો કરવાનું કામ વાપીમાં સરેઆમ કરવામાં આવ્યું છે.
ગત તા.૧૭ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૧૦ કલાકે ગુંજનથી રેલી નીકળી હતી. જે લઘુમતી વસ્તી ગોદાલનગરનાં ગેટ પાસે આશાધામ સ્કૂલની સામે પહોંચી ઘરોની સામે જ રોડ ઉપર પાકિસ્તાનનો ઝંડો બનાવીને રેલીમાં સામેલ તત્વો દ્વારા અશ્લિલ હરકતો કરી જાહેરમાં પેશાબ કર્યો હતો.
લઘુમતિ વિસ્તારોમાં રેલીમાં સામેલ તત્વો દ્વારા નગ્ન હરકત એ ખુલ્લેઆમ કાયદો હાથમાં લઇ નિમ્ન કક્ષાની હરકત કરીને શું સિદ્ધ કરવા માંગતા હતા ? તે પ્રશ્ન ઉઠ્યો છે.
ત્યારબાદ આ ટોળુ ગોદાલનગરની અંદર આવી ગયું હતું અને કોઈ પણ જાતની કાનુન વ્યવસ્થાની પરવાનગી સિવાય લઘુમતી વિસ્તારમાં પોતાની શક્તિ બતાવતું અને ઉશ્કેરણી જનક સુત્રોચ્ચાર સાથે રેલી ઈમરાનનગર મસ્જિદ સામે આવીને રોડ ઉપર જ પાકિસ્તાનનાં ઝંડાની આડમાં નગ્નતાનો નાચ કરીને પેશાબ કરવાની હરકતો કરી હતી. આ સમગ્ર બનાવમાં ટોળા દ્વારા ચિચિયારીઓ પાડીને વાતાવરણ ભયભીત કર્યું હતું. તેમજ અહીં આવીને જાણે બે સમાજમાં ભાઈચારો તથા સમાજમાં કોમી એખલાસ તથા એક્તા તોડવાની કામગીરી કરી હોય તેમ લાગી રહ્યું હતું. બનાવની જાણ પોલીસને થતાં જ પોલીસ ફોર્સ દ્વારા આ રેલીમાં સામેલ આગળ વધી ગયાં હતાં.
ત્યારબાદ આ ટોળુ ચાર રસ્તા તરફ આગળ વધીને વચ્ચે આવેલ ગરીબ નવાઝ મસ્જિદ સામે જ રોડ ઉપર જ કાઢીને ખુલ્લેઆમ કાયદો હાથમાં લઇ નિમ્નકક્ષાની હરકતો સાથે પેશાબ કરવા લાગ્યા હતા. ભારતના વીર શહીદોની યાદમાં આવી નિમ્નકક્ષાની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કે જેમાં ધાર્મિક સ્થાન સામે પેશાબ કરવાથી લઘુમતીઓમાં આઘાત સાથે રોષની લાગણી પ્રસરી છે.
હવે રેલીઓની આડમાં જણે વાપીના લઘુમતીઓના વિસ્તારોમાં અંદર ઘુસીને શક્તિ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આની પાછળ કોનું હિત સમાયેલું છે ? તે જોવાની જવાબદારી વાપીના તમામ સમાજના અગ્રણીઓ તથા નાગરિકોની છે. વાપી શહેરમાં જે ઉદ્યોગ ધંધા રોજગારનો વિકાસ થયો છે. તેમાં કોમી એકતા તથા એખલાસની જે ભાવના વર્ષોથી શાંતિનો ફાળો છે. તે સમજવું જોઈએ.
વાપી ખાતે શહીદોને શ્રદ્ધાંજલિની રેલીમાં કટ્ટરવાદીઓની નિમ્નકક્ષાની હરકતોથી લઘુમતીઓમાં રોષ

Recent Comments