વાપી, તા.ર૮
વાપી રેલવે સ્ટેશન નજીક દમણગંગા નદીના રેલવે બ્રિજ પર વહેલી સવારે ૨ મહિલાઓ માલગાડીની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે બન્ને માહિલાઓના મૃતદેહને કબ્જે કરી PHC સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે બ્રિજ પરથી આ મહિલાઓ પસાર થતી હતી તે સમયે સામેથી ધસમસતી આવતી માલગાડીના અડફેટે આવી ગઈ હતી. જેમાં બન્ને મહિલાઓના કરૂણ મોત નિપજ્યા હતાં. ટ્રેનમાં મોતને ભેટેલી મહિલામાં એક મહિલાનો મૃતદેહ બ્રિજ પરથી નીચે પટકાયો હતો. મહિલાઓના મોત અંગે વધુ મળતી વિગત મુજબ આ મહિલાઓ આસપાસના વિસ્તારમાં મજૂરી કામ અર્થે પોતાના પરિવાર સાથે સ્થાઈ થઈ હતી અને લોકડાઉનનાં પગલે પોતાના વતન તરફ જવા માટે આ રેલવે બ્રિજ પર ચાલતા નીકળ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. જો કે તેમના નામ કે સરનામાંની વધુ વિગતો મેળવા માટે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.