વાપી, તા.૮
નોવેલ કોરોના વાયરસ(covid-૧૯) મહામારી દરમ્યાન અબ્દુલરઝાક અજમેરી તેમજ એમની સંસ્થા વાપી સેવા સમિતિ દ્વારા વાપી નગરપાલિકાના કંટાઇમેન્ટ ઝોન તેમજ અન્ય વિસ્તારની જાહેર જનતા માટે તમામ પ્રકારની આર્થિક સહાય તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા કાઢા વિતરણ, માસ્ક વિતરણ, કોરોના વિશે માર્ગદર્શન માનવતાને મહેકાવતી ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જે બદલ વાપી નગર પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા અબ્દુલરઝાક અજમેરીને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વાપીના આ કોરોના વોરિયર્સને અન્ય પણ ઘણી સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ વાપી નગરપાલિકા દ્વારા એમને સન્માન મળતા એમના મીત્રવર્તુળોમાં ખુશીની લહેર ફેલાઈ છે. વાપી સેવા સમિતિ માનવ સેવા એજ પ્રભુ(ખુદા)ની સેવા છેની ભાવનાથી જાતપાતનો ભેદભાવ રાખ્યા વગર લોકોની સેવામાં હમેશા તતપર રહે છે. એમની કામગીરીની નોંધ વાપી તેમજ સમગ્ર ગુજરાતમાં લેવાઈ છે અબ્દુલરઝાક અજમેરી અને એમની સંસ્થાવાપી સેવા સમિતિનો મુખ્ય લક્ષ્ય ભવિષ્યમાં પણ લોકોની નિસ્વાર્થભાવે સેવા કરતા રહેવાનું છે.