ગાંધીનગર, તા.ર૭
રાજયના યુવાનોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તેે માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલની સમિટ ર૦૧પમાં વિવિધ ૩૬ ક્ષેત્રોમાં ૧૭૦૮૧ એમઓયુ થયા હતા. તે પૈકી ૧૧૯૯૯ પ્રોજેકટો કાર્યાન્વિત થઈ ગયા છે અને ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. આજે વિધાનસભા ખાતે વાયબ્રન્ટ સમિટ ર૦૧પમાં પ્રતિનિધિઓ અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમિટ ર૦૧પમાં જાપાન, કેનેડા, યુ.કે., યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, નેધરલેન્ડ, સાઉથઆફ્રિકા, કુલ ૮ કન્ટ્રી પાર્ટનર હતા. જેમાં ૧૧૦ દેશોના રપ૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.પપર પ્રોજેકટ પ્રાથિમક સ્વરૂપે છે. માત્ર ૩ હજાર પ્રોજેકટ જ ડ્રોપ થયા છે. તેમણે ઉમેર્યું કે આ સમિટ પાછળ રૂપિયા ૬૧.પ૩ કરોડનો ખર્ચ કરાયો છે.
વાયબ્રન્ટ સમિટ ર૦૧પમાં થયેલા એમઓયુ પૈકી ૩ હજાર પડતા મુકાયા

Recent Comments