(સંવાદદાતા દ્વારા)

વડોદરા,તા.૩

વડોદરા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. વધુ ૯૮ પોઝિટિવ કેસ નોંધાયા જયારે પાંચ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે વધુ ર૮ દર્દીઓ સાજા થયા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આમ શહેરમાં કુલ કેસ પ૦૦૦ની નજીક પહોંચી ૪૯૪પ થયા છે. અને કુલ ૩૭૭૮ દર્દીઓને  ડિસ્ચાર્જ કરાયા છે.  વડોદરા મનપાએ જાહેર કરેલા આંકડા મુજબ  જિલ્લામાં વધુ ૯૮ કેસ નોંધાયા છ.ે જે પૈકી શહેરમાં ૮૦ કેસ અને ગ્રામ્યમાં ૧૮ કેસ નોંધાયા છે. શહેરમાં હાલ ૧૦૭૩ એકિટવ કેસ છે. જે પૈકી ૧પપ દર્દીઓ ઓકિસજન પર, ૪૧ વેન્ટીલેટર-બાયપેપ પર છે. શહેરના  સંક્રમિત વિસ્તારોની વાત કરીએ તો છાણી રોડ, સુદામાપુરી, વાઘોડિયા રોડ, તાંદલજા, વડસર, ન્યુ વીઆઈપી રોડ, તરસાલી, માંજલપુર, ગોત્રી, ફતેહપુરા, કારેલીબાગ સહિતનાં વિસ્તારોનો સમાવેશ થાય છે. જયારે ગ્રામ્યમાં ડભોઈ, પાદરા, કરજણ, કરખડી, પોટ, સેવાસીમાં કેસો નોંધાયા છે.