(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૫
ભારતના ગત વર્ષ સૌથી વધારે ૨૪.૦૪ લાખ ક્ષયરોગના કેસ જાહેર કર્યા જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)નું અનુમાન ૨૬.૯ લાખ કેસોનું હતું. આનાથી સંકેત મળે છે કે, લગભગ ૩ લાખ દર્દી રાષ્ટ્રીય ટીબી કાર્યક્રમથી છૂટી ગયા. આ વાત બુધવારે ક્ષયરોગ પર જાહેર એક વાર્ષિક રિપોર્ટમાં સામે આવી.
અધિકારીઓએ બતાવ્યું કે, ભારત ટીબી રિપોર્ટ ૨૦૨૦માં કહેવાયું છે કે, ૨૦૧૯માં ક્ષયરોગથી ૭૯,૧૪૪ મૃત્યુ થવાની જાણકારી આવી જે (WHO)ના ૪.૪ લાખ મૃત્યુ અનુમાનથી બહુ ઓછા છે. અધિકારી અનુસાર અનુમાનિત કેસો અને સૂચિત કેસોના અંતરમાં ઘણો ઘટાડો આવ્યો છે. આ ૨૦૧૭માં ૧૦થી ઓછા થઈને ૨૦૧૯માં ૨.૯ લાખ થઈ ગયા છે. આ ખાનગી સ્વાસ્થ્ય સંભાળક્ષેત્ર અધિકારીઓએ બતાવ્યું કે ૨૦૧૯માં ૨૪.૪ લાખ ક્ષયરોગ સૂચિત કરવામાં આવી અને આના લીધે આમાં ગત વર્ષની તુલનામાં ૧૪ ટકા વધારો થયો છે. ત્યારે ખાનગી ક્ષેત્રમાં લગભગ ૩૫ ટકાનો વધારો થયો કેમ કે, ૬.૭૮ લાખ ક્ષયરોગી સૂચિત કરવામાં આવ્યા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવધર્નને વાર્ષિક રિપોર્ટ જાહેર કરતાં આ કાર્યમાં સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, સરકાર ૨૦૨૫ સુધી દેશથી ક્ષયરોગ નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે જે વૈશ્વિક લક્ષ્યથી પાંચ વર્ષ પહેલા છે.
તેમણે કહ્યું કે, મહત્વાકાંક્ષી લક્ષ્યને અનુરૂપ કાર્યક્રમનું નામકરણ સંશોધિત રાષ્ટ્રીય ક્ષયરોગ નિયંત્રણ કાર્યક્રમ (આરએનટીસીપી)થી બદલીને રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદ કાર્યક્રમ (એનટીઈપી) કરી દેવામાં આવ્યો છે. રાજ્ય ટીબી સૂચકાંક પર આંકડાના હિસાબથી ગુજરાત, આંધ્રપ્રેદશ અને હિમાચલ પ્રદેશ ૫૦ લાખથી વધારે જનસંખ્યાવાળા રાજ્યોની યાદીમાં ક્ષયરોગ નિયંત્રણ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૩ મુખ્ય રાજ્ય છે. ત્રિપુરા અને નાગાલેન્ડ ૫૦ લાખથી ઓછી વસ્તીવાળા રાજ્યોની યાદીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્ય છે. દાદર તેમજ નગર હવેલી અને દમણ-દીવ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કેન્દ્ર શાસિત પ્રદેશો જાહેર થયા છે. હર્ષવર્ધને કહ્યું, આ રેંકિંગથી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષ્યોને સુધારવા માટે પ્રોત્સાહિત થશે. વહેલી ઓળખ અને ત્વરીત યોગ્ય સારવાર ક્ષયરોગને નાબૂદ કરવા માટે જરૂરી છે.
તેમણે કહ્યું કે, આ વર્ષની મુખ્ય વિશેષતા એ છે કે, પહેલી વાર કેન્દ્રીય ટીબી ડિવીઝનમાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો રાજ્યો દ્વારા ક્ષયરોગ નાબૂદી માટે કરવામાં આવેલ પ્રયાસો પર એક માસિક રેંકિંગ જાહેર કરી રિપોર્ટ અનુસાર ગત વર્ષની જેમ ક્ષયરોગના કુલ કેસોમાં અડધા કેસો પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ ૨૦ ટકા, મહારાષ્ટ્ર નવ ટકા, મધ્ય પ્રદેશ ૯ ટકા, રાજસ્થાન અને બિહાર બંને ૭ ટકા સૂચિત કરવામાં આવ્યા.