(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.૩૦
વાલિયાના કોંઢ ગામના દેસાઈ ફળિયામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતા વાહનોમાં તોડફોટ અને છ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. બનાવ અંગે વાલિયા પોલીસ મથકે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના કોંઢ ગામના દેસાઈ ફળિયામાં રહેતા ગૌતમ ભાઈ કૌશિકભાઈ દેસાઈ ગત રોજ આશરે રાતે ૧૦ વાગ્યાની આસપાસ ઘરના સભ્યો સાથે બેઠા હતા તે દરમિયાન ગામના ફૈઝલ હનીફભાઈ પટેલ, અહમદ રાવત અને અબ્દુલ અટન બાઈક લઇ પસાર થઇ રહ્યા હતા. જે વેળાએ બાળકો રમતા હોય બાઈક સવાર યુવાનોને બાઈક ધીમી અને હોર્ન નહીં વગાડવા મુદ્દે ગૌતમભાઈ દેસાઈએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા યુવાનોએ અન્ય આઠ યુવાનોને મળી ગૌતમભાઈ દેસાઈ અને તેઓના પરિવારજનોને લાકડા અને ઢીકા પાટુનો મારમારતા તેઓને અને તેઓના પરિવારના ત્રણ સભ્યોને ઈજા થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે વાલિયા ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે હુમલાખોરોએ પથ્થરમારો કરતા ઘરની બહાર પાર્ક કરેલ વાહનોમાં નુકશાન થવા પામ્યું હતું બનાવ અંગે ગૌતમ દેસાઈએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામે પક્ષે પણ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યાં અનુસાર ફૈઝલ હનીફ પટેલ અને તેના બે મિત્રો બાઈક લી દેસાઈ ફળીયામાંથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ ગૌતમભાઈ દેસાઈએ અહી કેમ હોર્ન મારો છો અને આવેશમાં આવી જઈ ફૈઝલ હનીફભાઈ પટેલ, અહમદ રાવત અને અબ્દુલ અટન પર હુમલો કરી મારમારતા ત્રણેય યુવાનોને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ફૈઝલ પટેલે વાલિયા પોલીસ મથકે ગૌતમ દેસાઈ સહિત ૧૦ ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાલિયાના કોંઢ ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ : ૬ને ઈજા

Recent Comments