અંકલેશ્વર, તા.ર૭
વાલિયા તાલુકાના પણસોલી ગામના ફડકોઈ ફળિયામાં રહેતા પતિએ કોઈ કારણોસર પત્નીની હત્યા કરી મૃતદેહને શેરડીના ખેતરમાં નાખી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ વાલિયાના પણસોલી ગામના ફડકોઈ ફળિયામાં રહેતી સંગીતાબેન બચુભાઈ વસાવાના લગ્ન વડોદરાના નંદેસરી પાસેના ફાઝલપુર ગામે રહેતા સુરેશ ભીખાભાઇ ગોહિલ સાથે થયા હતા લગ્ન બાદ થોડા દિવસ રહીને સંગીતાબેન વસાવા પતિ સુરેશ ગોહિલ સાથે પોતાના પિયર પણસોલી ગામના ફડકોઈ ફળિયામાં આવી ત્યાંજ રહેતા હતા દરમ્યાન ગત ૨૫મીના રોજ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો બાદ પતિ સુરેશ ગોહિલે પત્ની સંગીતાની ગળે ટૂંપો દઈ હત્યા કરી સંગીતના મૃતદેહને નજીકમાં આવેલ શેરડીના ખેતરમાં નાખી દઈ ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ વાલિયા પોલીસ મથકમાં કરાતા પોલીસ દોડી જઈ સંગીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી ગુનો નોંધી ફરાર હત્યારા પતિ સુરેશ ગોહિલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.