ભરૂચ, તા.૧
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આવેલી છે જે કોલેજમાં ડેડીયાપાડા ઝઘડિયા અને વાલિયાથી મોટા ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે તેમને સમયસર પહોંચવા માટે એસટી બસની સુવિધાઓ નથી અને જે બસની સુવિધા છે એના મોટા ભાગના ચાલકો સ્થળે પોતાની મનસ્વી રીતે બસ થોભાવતા નથી અને વિદ્યાર્થીઓને જોઈને બસ હંકારી મૂકે છે. જેને પગલે વિદ્યાર્થીઓ પોતાના ઘરે ખાનગી વાહનોમાં મોડી સાંજે ઘરે પહોંચે છે. આ વિદ્યાર્થીઓમાં યુવતીઓ પણ હોય છે તો વિદ્યાર્થીઓની છેડતીની ઘટના ઓ બનવાની શક્યતા ઉભી થાય તેમ છે. સરકારી આદિવાસી વિસ્તારના વનબંધુ કલ્યાણ યોજના હેઠળ એસ.ટી. બસ ચલાવે છે તો શું આ સેવા ફક્ત કાગળ પર ચલાવવામાં આવે છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. શું સરકાર નથી ચાહતી કે આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે સરકારની એસટી નિગમના અધિકારીઓને આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો કોલેજના તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરીને રસ્તા પર ઉતરીને માર્ગ બંધ કરી દેવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી તંત્રની રહેશે જો આજરોજ કોલેજની બહાર ઊભા રહીને તમામ બસના ડ્રાઇવરોને રજૂઆત કરેલી આવતીકાલથી જો બસો સમય પર સવારના સાડા સાત વાગે વાલિયા અને ડેડીયાપાડા અને બપોરે ૧ઃ૩૦ વાગે નેત્રંગથી બસ ઊભી નહીં રાખો તો આંદોલન કરવામાં આવશે. આજે તમામ કોલેજના વિદ્યાર્થીઓએ રજૂઆત કરેલી ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે સવારથી જ કોલેજની બહાર ઊભા રહીને તમામ એસટી બસો રોકીને ડ્રાઇવરોને રજૂઆત કરેલી આવતીકાલથી તમામ બસો ઊભી રાખવી અને ડેપો મેનેજર સાથે ટેલિફોનિક વાત કરેલી નેત્રંગ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ સાથે પણ રજૂઆત કરેલી અને મામલતદારને પણ રજૂઆત કરેલી છે.
વાલિયા-ડેડિયાપાડાની એસ.ટી. બસો નહીં થોભે તો આંદોલનની ચીમકી

Recent Comments