અંકલેશ્વર, તા.૧૪
વાલિયા તાલુકાના પિઠોડ ગામે પત્નીના પ્રેમીએ પતિને રસી વડે ગળે ટૂંપો દઈ લાશને ગામની સીમમાં આવેલ કુવામાં ફેંકી દઈ ફરાર થઇ જતા વાલિયા પોલીસે બન્નેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
વાલિયાના પિઠોડ ગામની સીમમાં આવેલ કુવામાંથી ગત તારીખ ૪ એપ્રિલના રોજ ગામના અરવિંદ સૂકા વસાવાનો ગળામાં દોરડું બાંધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ કરાવતા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેનું ગળે ટૂંપો દેતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું, વાલિયા પોલીસે ઝીણવટ તપાસ કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી, મૃતક અરવિંદ વસાવાની પત્ની કાળીબેન વસાવાના ગામના જ ભારત શના વસાવા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતા જેની જાણ પતિ અરવિંદને થતા બન્ને પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા જેથી પ્રેમ સંબંધમાં પતિ નડતર રૂપ થતો હોવાથી અરવિંદ વસાવાનો કાટો કાઢી નાખવા પ્રેમી ભારત વસાવા અને પત્ની કાળીબેને પ્લાન બનાવી ભારત વસાવા અરવિંદને પતાવી ફોસલાવી ઢોર હંકારવાના બહાને તેના ખેતર લઇ જઈ કાળી બેને આપેલ દોરડા વડે ગળે ટૂંપો દઈ જાણથી મારી નાખી અરવિંદની લાશને કુવામાં ફેંકી દઈને ફરાર થઇ ગયો હતો.