અંકલેશ્વર, તા.૨
વાલિયા તાલુકાના રૂપનગર એસઆરપી કેમ્પના વધુ ચાર જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે કોવિદ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાલિયા રૂપનગર એસઆરપી કેમ્પના જવાનો અમદાવાદ ખાતેથી ફરજ બજાવી પરત આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેઓના સેમ્પલ લેવામાં આવતા રિપોર્ટ પોઝીટીવ આવતા ચાર જવાનોને સારવાર અર્થે અંકલેશ્વરની કોવીડ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૪૪ પર પહોંચ્યો છે.અંકલેશ્વરની કોવિદ જયાબેન મોદી હોસ્પિટલમા હાલ સાતદર્દીઓ સારવાર લઇ રહ્યા છે.ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન નથી પરંતુ અન્ય જિલ્લામાંથી આવતા લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. ભરૂચ જિલ્લાનેકોરોના મુક્ત બનાવવા માટે લોકો તકેદારી રાખે અને અન્ય જિલ્લામાંથી આવતા લોકો અંગે પોલીસ સહિત આરોગ્ય વિભાગને જાણકરે તે અત્યંત જરૂરી છે.